Yellow 'a-connect' text on a black background.

November 2026

સંજીવની

અદાણી હોસ્પિટલ-મુંદ્રામાં સમર્પિત ‘બર્ન્સ યુનિટ’નું લોકાર્પણ: ઘરઆંગણે વિશેષ સારવાર

મેહુલ દવે

✅ Link Copied!

અદાણી હોસ્પિટલ, મુંદ્રા ખાતે નવી આશાનું કિરણ: MPL ના સહયોગથી શરૂ થયેલું અત્યાધુનિક બર્ન્સ યુનિટ દર્દીઓ માટે વરદાન બનશે. સ્થાનિકોને ઘરઆંગણે જ નિષ્ણાતોની સારવાર મળશે.

દાઝી જવાના કિસ્સાઓમાં સમયસર અને વિશેષ સારવાર માટે હવે મુંદ્રાના દર્દીઓને સ્થાનિક સ્તરે મહત્વનો આધાર મળશે. અદાણી હોસ્પિટલ, મુંદ્રા ખાતે મુંદ્રા પેટ્રોકેમિકલ્સ લિમિટેડ (MPL)ના સહયોગથી ક્ષેત્રના પ્રથમ સમર્પિત બર્ન્સ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. કર્મચારીઓ, શ્રમયોગીઓ, તેમના પરિવારો અને આસપાસના સમુદાયને નિષ્ણાતોની પરવડે તેવી સારવાર ઘરઆંગણે ઉપલબ્ધ કરાવવી એ આ પહેલનો મુખ્ય ઉદ્દેશ છે.

મુંદ્રાના ઔદ્યોગિક અને આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં દાઝી ગયેલા દર્દીઓને અગાઉ વિશેષ સારવાર માટે ભુજ, અમદાવાદ કે રાજકોટ જવું પડતું હતું. લાંબી મુસાફરી દર્દીઓ અને પરિવારજનો માટે મુશ્કેલી ઊભી થતી હતી. હવે સ્થાનિક સ્તરે સમર્પિત સુવિધા ઉપલબ્ધ થતાં પ્રારંભિક સારવારમાં વિલંબ અને મુસાફરીની મુશ્કેલીઓ ઘટશે. દર્દીને નજીકમાં જ નિષ્ણાતોની સારવાર મળવાથી તેમના પરિવારજનોને પણ રાહત મળશે.

People participate in a traditional Indian Hawan ritual with a fire pit, offerings, and onlookers.

ચાર બેડના આ યુનિટમાં ત્રણ નેગેટિવ પ્રેશર અને એક પોઝિટિવ પ્રેશર આઈસોલેશન રૂમ છે. ICU-ગ્રેડ સુવિધાઓ, વેન્ટિલેટર સપોર્ટ, એડવાન્સ્ડ પેશન્ટ મોનિટરિંગ સિસ્ટમ અને ચેપ નિયંત્રણ માટેનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર યુનિટની વિશેષતાઓ છે. આ વ્યવસ્થાઓ સાથે દર્દીની સ્થિતિ પર દેખરેખ અને જરૂરી સારવાર માટે સ્થાનિક સ્તરે વિશેષ સુવિધા ઉપલબ્ધ બનશે.

દર્દીઓની સંભાળ માટે બર્ન મેનેજમેન્ટમાં તાલીમબદ્ધ ફુલ-ટાઈમ જનરલ સર્જન, વિઝિટિંગ પ્લાસ્ટિક સર્જન તથા તાલીમબદ્ધ નર્સિંગ અને પેરામેડિકલ સ્ટાફ કાર્યરત રહેશે. જેઓ ઘાની સંભાળ, નિયમિત ડ્રેસિંગ, પીડા નિવારણ, પોષણ અને માનસિક સહાય જેવી સારવાર પૂરી પાડશે. આ રીતે સારવારની સાથે દર્દીની શારીરિક અને માનસિક જરૂરિયાતોને પણ મહત્વ આપવામાં આવશે.

Man cuts ribbon for new unit, decorated with marigold garlands, as two people smile.
A hospital hallway decorated with red and silver balloons and garlands for an event.

આ પહેલનો ઉદ્દેશ તાત્કાલિક સારવાર દ્વારા દર્દીની સ્થિતિ સ્થિર કરવા, ચેપનું જોખમ ઘટાડવા અને જરૂરિયાત મુજબ ઉચ્ચ સારવાર કેન્દ્રોમાં રેફરલ સુનિશ્ચિત કરવાનું છે. રાહત દરે સારવાર સાથે સ્થાનિક સ્તરે ફોલો-અપ અને પુનર્વસનની સુવિધા દર્દીઓ તથા તેમના પરિવારોને ટેકો આપશે. સારવારથી પુનર્વસન સુધીની આ સ્થાનિક વ્યવસ્થા દર્દીઓ માટે આશિર્વાદરૂપ  સાબિત થશે.

અદાણી હોસ્પિટલ ખાતેનું આ નવું સોપાન ‘બર્ન્સ યુનિટ’ મુંદ્રાના ઔદ્યોગિક પરિસરને વધુ સુરક્ષિત બનાવશે અને કચ્છના છેવાડાના માનવી સુધી શ્રેષ્ઠ આરોગ્ય સેવાઓ પહોંચાડવાના અદાણી ગ્રુપના સંકલ્પને નવી ઊંચાઈ આપશે. ઔદ્યોગિક તથા ઘરેલું અકસ્માતોમાં દાઝી જવાના કિસ્સાઓ માટે આ ખૂબ જ ઉપયોગી બનશે. મુંદ્રાના આરોગ્ય માળખાને મજબૂત બનાવતું આ પગલું શ્રમયોગીઓ અને સ્થાનિક સમાજની આરોગ્ય સુરક્ષા પ્રત્યેની પ્રતિબદ્ધતાને આગળ વધારશે.